ઉજવણી:જસદણ તાલુકાના અજમેર ગામમાં અશ્વદોડ સ્પર્ધા યોજી નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા

મોટાદડવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરંપરા અનુસાર અશ્વો, અસવારો પોતાના કૌવતનું પ્રદર્શન કરી ઇનામો જીતે

જસદણ તાલુકાના અજમેર ગામે નવા વર્ષના વધામણાં કંઇક અલગ રીતે કરવામાં આવે છે અને અશ્વ દોડ સ્પર્ધા યોજી અસવારો ઇનામ જીતવાની જાણે હોડ લગાવી નવા વર્ષને આવકારે છે. આ પરંપરાને ઓણસાલ પણ આગળ ધપાવવામાં આવી હતી. અંદાજે 100 વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર આ વખતે પણ સ્પર્ધા યોજાઇ હતી અને અશ્વો તેમજ અસવારોએ કાૈવત પ્રદર્શન કરી બાજી મારી હતી.

જેમાં અનેક અશ્વો-અસવારોએ અજમેર ગામથી થોડે દુર ખુલ્લા મેદાનમાં જ યોજાતી આ હરીફાઈમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અશ્વોનું નામ અસવારના નામ સાથે ને પ્રથમ અને બીજા ક્રમમાં આવેલા વિજેતાને ગોલ્ડ મેડલ અજમેર ગામના સરપંચ ઘુસાભાઈ ભરવાડ દ્વારા અર્પણ કરવામા આવે છે.

આ ઉત્સવને આગળ ધપાવવામાં સરપંચ ઉપરાંત રવિભાઇ ખાંભલીયા, પવુભાગઢવી, મનસુખભાઈ ઝાપડીયા , ઉપેન્દ્રભાઈ તેરૈયા સહિતોનો સિંહ ફાળો રહે છે. આ હરિફાઇની નોંધનીય બાબત એ પણ છે કે આસપાસના ગામો જેમ કે જસદણ, ગોંડલ અને રાજકોટથી લોકો આ હરિફાઇ જોવા અને માણવા ઉમટી પડે છે અને અસવારોની હિંમતને બીરદાવે છે.

અન્ય સમાચારો પણ છે...