તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:મોરબીના બસ સ્ટેશનમાં મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ

મોરબી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહિલા બસમાં ચડતા હતા ત્યારે ભીડનો લાભ લઇ ગઠિયાની કળા

મોરબીના જૂના બસ સ્ટેશનમાં મુસાફરી કરવા એક મહિલાના બસમાં ચઢવા જતા હતા ત્યારે ભીડનો લાભ લઇ એક મહિલાના ગળામાંથી કોઈ અજાણી વ્યક્તિએ હાથ સફાઈ કરી રૂ 45 હજારની કિંમતના 1 તોલાના સોનાના ચેનની ચીલઝડપ કરી એ આરોપી રફુચકર થઈ ગયો હતો. આ ઘટના અંગે મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો. મોરબીના બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફરોની ભારે અવર જવર રહે છે.

ભીડને કારણે કેટલાક અસામાજિક તત્વોને જાણે મોકળું મેદાન મળી જતું હોય તેમ પર્સ સેરવી લેવા અને દાગીના સેરવી લેવાની ઘટના અવાર નવાર બનતી હોય છે. શુક્રવારે બપોરના સમયે પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં મોરબીના નાની વાવડી ગામમાં રહેતા રક્ષાબેન હિતેષભાઇ રાવલ (ઉ.વ. 50) તથા એકતાબેન બંને જૂના બસ સ્ટેશન ખાતે એસ.ટી. બસમાં ચડતા હતા. ત્યારે રક્ષાબેને ગળામાં પહેરેલો સોનાનો પેન્ડલ સહિતનો ચેઇન આશરેરૂ.45 હજારની કિંમતનો એક તોલાના સોનાના ચેનની નજર ચુકવી આંચકીને આરોપીઓ ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો