તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:મોરબીમાં મકાનમાં ચાલતું જુગારધામ પકડાયું, છની અટકાયત

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબીના સીપાહી વાસમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ શખ્સો ઝડપી લીધા હતા તેમની પાસેથી રૂ.61,200નો મુદામાલ જપ્ત કર્યો હતો. મોરબીના સીપાહી વાસમાં ઝવેરી શેરીમાં રહેતા હાજીશા અલારખાશા શાહમદાર (ઉ.વ. 39)ના રહેણાંક મકાનમાં છ શખ્સો ગંજીપતાના પાના અને પૈસા વતી રોન પોલીસનો તીન પતીનો હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 61,200 કબ્જે કર્યા છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ હાજીશા અલારખાશા શાહમદાર, મહમદભાઇ સીદીકભાઇ દીવાન, સોયબભાઇ અશરફભાઇ નાગોરી, મોસીનભાઇ વલીમામદભાઇ માંડકીયા, અહેમદભાઇ નુરમામદભાઇ ખુરેશી અને ઇરફાનભાઇ ઇસ્માઇલભાઇ જુનાણી વિરુધ્ધ જુગાર ધારા કલમ 4-5 મૂજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો