મોરબીમાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે અને ઘર હોય કે ઓફીસ દરેક સ્થળે જુગારીઓ અડ્ડા જમાવતા હોય છે. ત્યારે મોરબી એલસીબી ટીમે રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ કારખાનાની ઓફિસમાં ધમધમતા જુગારધામ પર દરોડો કરી રૂ. 2.47 લાખની રોકડ સાથે સાત ઇસમોને ઝડપી લીધા છે.
બાતમીને પગલે એલસીબીની ટીમે દરોડા પાડ્યા
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેશ્વર ગામે આવેલ જીઆઈડીસીમાં આરોપી પ્રકાશ મનસુખ ધમાસણાના આર્યન મિનરલ્સ રો મટીરીયલ્સ કારખાનાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમીને પગલે ટીમે દરોડો કર્યો હતો. જેમાં ઓફિસમાં બેસી જુગાર રમતા પ્રકાશ મનસુખ ધમાસણા, સંદીપ મગન ધમાસણા, કલ્પેશ ધીરૂ બરાસરા, કિશોર પ્રેમજી છત્રોલા, રાજેશ ડાયાલાલ સાણજા, હેમત ધનજી કાવઠીયા અને પ્રવીણ નટુ કણઝારીયા એમ સાત પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા અને રોકડ રકમ રૂ. 2.47 લાખ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.