તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મોરબીમાં વધુ 8 કેસ કોરોના પોઝિટિવ, 11 દર્દી ડિસ્ચાર્જ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • જિલ્લામાં રિકવરી રેટ વધીને 90.21 ટકા થયો
 • કુલ સ્વસ્થ થનારા દર્દીનો આંક 2793

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ધીમું પડ્યું છે.નવા કેસ ઘટવાની સાથે પોઝિટિવ આવેલા દર્દીઓની સ્વસ્થ થવાની સંખ્યા વધતા રિકવરી રેટ પણ વધ્યો છે. જિલ્લામાં હાલ 90.21 ટકા રિકવરી રેટ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2793 થઈ ચૂકી છે, તો એક્ટિવ કેસ પણ 96 જ રહ્યા છે. આ દર્દીઓ મોટાભાગના સ્વસ્થ થઇ જશે તેવી તબીબોએ આશા વ્યકત કરી છે.

મોરબી જિલ્લામાં સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી જોઈએ તો સોમવારે 901 લોકોનો રેપીડ ટેસ્ટ કરાયો હતો. જેમાંથી માત્ર 8 દર્દી જ પોઝિટિવ આવ્યા હતા. જેમને કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. આ 8 દર્દીઓમાં મોરબી શહેરમાંથી માત્ર 1 જયારે ગ્રામ્યના 3 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વાંકાનેર, ટંકારા, માળીયા અને હળવદમાં 1-1 કેસ આવ્યા હતા. આજ દિન સુધીમાં જિલ્લાના કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા જોઈએ તો 3096 રહી છે જે પૈકી 2793 સ્વસ્થ થઈ ચુક્યા છે જ્યારે 96 દર્દીઓની સારવાર ચાલી રહી છે.18 દર્દીઓના મોત સતાવાર રીતે જાહેર થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો