તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મોરબીમાં વધુ 49 દર્દી કોરોના પોઝિટિવ, 95 ડિસ્ચાર્જ થયા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4953 દર્દી ડિસ્ચાર્જ, જ્યારે કુલ સંક્રમિત 6125 દર્દી

મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્ર કોરોના સંક્રમણ કાબુમાં આવી હોવાનો દાવો કરી રહી છે હોસ્પિટલમાં બેડ ખાલી થઇ રહ્યા હોવાના દાવા વચ્ચે બુધવારે 1028 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 49 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ કોરોના પોઝિટિવ 49 દર્દીમાં મોરબી શહેરમાં 9 અને ગ્રામ્યમાં 24 કેસ તેમજ વાંકાનેર ગ્રામ્યમાં 2, જ્યારે હળવદ શહેર3 ગ્રામ્ય2 ટંકારા 5 અને માળિયામાં 4 દર્દી પોઝિટિવ આવ્યા હતા બીજી તરફ 95 દર્દી ડિસ્ચાર્જ થયા હતા 95 દર્દીમા સૌથી વધુ મોરબીમાં 62,હળવદમાં 8,ટંકારા 14,માળિયામાં 9,વાંકાનેર 2 દર્દીનો સમાવેશ થયો છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસ 831 છે તો 4953 દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.

કોરોનાથી 84 દર્દીના મોત થયા જિલ્લામાં 6125 દર્દી કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.આ ઉપરાંત, સરકારી આંકડા મુજબ 341ના મોત અત્યાર સુધીમાં ચોપડે નોંધાયા છે. બુધવારે ફાયર વિભાગે 8 મૃતકોની અંતિમ વિધિ કરી હોવાનું જણાવ્યું છે. અત્યાર સુધીમાં કુલ ટેસ્ટની સંખ્યા 2,76,293 જ્યારે કુલ પોઝિટિવ કેસ 6125 આરોગ્ય વિભાગના ચોપડે નોંધાઇ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...