તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મોરબી જિલ્લામાં વધુ 27 પોઝિટિવ, 9 ડિસ્ચાર્જ કરાયા

મોરબી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ જિલ્લામાં હાલ 224 એક્ટિવ કેસ

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ આગળ વધી ચુક્યું છે.ત્યારે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કુલ 1559 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામા આવ્યા હતા, જેમાંથી કુલ 27 દર્દી કોરોના પોઝીટિવ આવ્યા હતા. આ 27 દર્દીમાં મોરબી શહેરમાં 12 અને ગ્રામ્યમાં 8 આવ્યા હતા, તો વાંકાનેરમાં 2,ટંકારામાં 2, હળવદમાં 2 જ્યારે માળિયામાં માત્ર એક કેસ જ જાહેર કરાયો હતો.

બીજી તરફ મોરબીના 6 મળી જિલ્લામાં કુલ 9 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થયા હોવાનું જણાવ્યું હતું.મોરબીમાં રવિવારની સ્થિતિએ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ કુલ 1,96,093 દર્દીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 3720 દર્દી પોઝિટિવ મળ્યા હતા જેમાંથી 3270 સ્વાસ્થ્ય થયા હોવાનું જાહેર કરાયુ હતું મોતના આંકડા તંત્ર દ્વારા જાહેર કરવાનું બિન સતાવાર રીતે બંધ કરી દેવાયા છે.

સિરામિક એસો.એ માસ્ક વિતરણ કર્યું
મોરબી જિલ્લામાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે જોતા માસ્ક એ જ સુરક્ષિત ઉપાય છે તયારે લોકો માસ્ક પહેરતાં થાય તે માટે મોરબીમાં સીરામીક એસોશિએશન દ્વારા પોલીસ સાથે મળી ફ્રી માસ્ક વિતરણ ર્ક્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો