કોરોના સંક્રમણ:મોરબીમાં રવિવારે વધુ 18 કેસ કોરોના પોઝિટિવ આવ્યા

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 22 દર્દીઓ સ્વસ્થ થયા બાદ ડિસ્ચાર્જ કરાયા

રવિવારના રોજ ભારે વરસાદ વચ્ચે મોરબી શહેર અને તાલુકા મથકમાં કુલ 13 નવા કેસ સામે આવ્યા હતા.જેમાં મોરબી નશહેરના 9 અને તાલુકા વિસ્તારમાં 4 કેસ નોંધાયા હતાં.અન્ય તાલુકામાં જોઈએ તો હળવદમાં હળવદમાં 3 અને ટંકારામાં 2 મળી કુલ 18 કેસ પોઝિટિવ આવ્યા હતા. આજના કેસ મળી જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 187 છે બીજી તરફ 22 દર્દીઓ સાજા થતાં કુલ સાજા થનારા દર્દીઓ 717 પર પહોંચી ચુકી છે બીજી તરફ 16 દર્દીના મોત સાથે હવે કુલ કોરોના દર્દીઓની સઁખ્યા 954 પર પહોંચી ચૂકી છે. વાંકાનેર અને માળિયામાં રવિવારે એક પણ કેસ સામે આવ્યો ન હતો. તો નવા મોત પણ ન થયા હોવાનો આરોગ્ય તંત્ર દાવો કરી રહ્યું છે.

બીજી તરફ ધોરાજીમાં પણ કોરોના પોઝિટિવના કેસ ઘટવાનું નામ નથી લેતા અને દરરોજ બે આંકમાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. રવિવારે પણ 10 કેસ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...