તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મોરબી જિલ્લામાં વધુ 13 કેસ પોઝિટિવ, જયારે 10 ગ્રામ્ય વિસ્તારમાં જ નોંધાયા

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 દર્દી ડિસ્ચાર્જ થતા હવે એક્ટિવ કેસ 99 પર પહોંચ્યો

મોરબી જિલ્લામાં કોરોનાની નવી સ્ટ્રેન ખૂબ ઝડપથી પ્રસરી રહી છે.મોરબી જિલ્લામા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ કુલ 1297 લોકોના સેમ્પલ ટેસ્ટ કર્યા હતા જેમાથી 13 દર્દી પોઝિટિવ મળ્યા હતા. 13 દર્દી પૈકી 10 તો માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યા છે.તાલુકા મુજબ જોઇએ તો મોરબી શહેરમાં 2 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 6 કેસ આવ્યા હતા તો વાંકાનેર શહેર અને ગ્રામ્યમાં 1-1 કેસ આવ્યો હતો આજ રીતે હળવદ ગ્રામ્ય અને માળીયા ગ્રામ્યમાં 1-1 કેસ આવ્યો હતો.

બીજી તરફ 2 દર્દી સ્વસ્થ્ય થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં 1,80,805 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ આજદિન સુધીમાં લેવામાં આવ્યા હતા જેમાથી 3506 દર્દી કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે.આ પૈકી 3193 દર્દી સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થયા હતા. સતાવાર મોત 19 નોંધાયા છે.

મોરબી કોર્ટ પરિસરમાં બિનજરૂરી લોકોનો પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો
જિલ્લા અદાલત તથા મુખ્ય મથક ખાતેની તમામ અદાલતોમાં ચાલી રહેલ કેસોના તમામ પક્ષકારો અને આરોપીઓ તેમજ પ્રેક્ટિસ કરતા વકીલો જોગ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને ધ્યાને લઈને કોર્ટના કેમ્પસમાં બિનજરૂરી વ્યક્તિઓ, અરજદારો તથા પક્ષકારોએ પ્રવેશ કરવો નહીં.

વકીલોને પણ બિનજરૂરી પક્ષકારો કે આરોપીઓને કોર્ટ કેમ્પસમાં હાજર રાખવા નહિ. વકીલોએ પણ તેઓના કોર્ટ કેસ સબબની કાર્યવાહી પૂર્ણ થતાં કોર્ટ રૂમ છોડી દેવો. આ પરિપત્રનો અમલ તા.24 માર્ચથી 15 એપ્રિલ સુધી કરવાનો રહેશે. તેવી સૂચના આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો