તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લામાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે.જેના કારણે જિલ્લામાં 24 કલાકમાં નવા કેસ જેટલા જ પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે.તો એક્ટિવ કેસ પણ ઘટ્યા છે.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા 24 કલાકના રિપોર્ટ મૂજબ જિલ્લામાં 723 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાથી 11 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જો કે છેલ્લા થોડા દિવસથી પોઝિટિવ કેસનો આંક ડબલ ડિજિટમાં આવ્યા બાદ સિંગલ ડિજિટમાં પહોંચી ગયો હતો. રવિવારે કોરોનાએ રજા રાખી ન હતી અને ફરી ડબલ ડિજિટમાં આંક આવતાં તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.
પોઝિટિવ આવેલા દર્દીઓમાં મોરબી શહેરમાંથી 3 ગ્રામ્યમાં 1,વાંકાનેર શહેરમાંથી 4 કેસ આવ્યા હતા.આ ઉપરાંત હળવદ ગ્રામ્યમાંથી 2 અને ટંકારામાથી એક કેસ સામે આવ્યો હતો. મોરબી જિલ્લામાં આજના નવા નોંધાયેલ કેસની સંખ્યા મળી કુલ સંક્રમિત દર્દીઓનો આક 3088 પર પહોંચી ચુક્યો છે.
બીજી તરફ. સ્વસ્થ થનારા દર્દીઓ જોઈએ છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓ સ્વસ્થ થતા કુલ ડિસ્ચાર્જ દર્દીઓનો આક2782 પર પહોંચી ગયો છે. એક્ટીવ કેસ પણ માત્ર 99 જ રહ્યા છે. જ્યારે મોતની સંખ્યા 18 પર સ્થિર દર્શાવવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.