તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મોરબીમાં પ્રી-મોન્સૂન કામગીરીનો ધમધમાટ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય વરસાદે જળમગ્ન થતાં શહેરની શિકલ બદલાશે કે વધુ એક નાટક !

કોરોના મહામારીના કારણે નગરપાલિકાથી લઈ રાજ્યનું તમામ વહીવટી તંત્ર હાલ આ વાયરસનું સંક્રમણ ઘટાડવા અને મોતનું પ્રમાણ ઘટાડવાના પગલા લેવામાં વ્યસ્ત છે જેના કારણે જરૂરી અન્ય કામગીરી પણ ખોરંભે ચઢી છે. જૂન મહિનાના બીજા પખવડિયાથી સતાવાર ચોમાસુ શરૂ થઇ જતું હોય છે. અને આ પહેલા શહેરી વિસ્તારોમાં ચોમાસા પાણીના નિકાલ માટે પ્રિ મોન્સૂન કામગીરી કરવી જરૂરી છે.

ભૂતકાળમાં માત્ર કાગળ પરના આયોજન અને જમીન પર હકિકત કંઈક અલગ અને નબળી પ્રી મોન્સૂન કામગીરીને કારણે માત્ર 4થી5 ઇંચ વરસાદમાં શહેર જળમગ્ન થઈ જતું જોયું છે ત્યારે આ ચોમાસામાં આ સ્થિતિ ન ઉદભવે તે માટે મોરબી નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન કામગીરીની આગોતરા તૈયારી શરુ કરવામાં આવી છે અને તે અન્વયે શહેરના વોંકળા-નાલા બુગદાની સફાઈ કરવા આયોજન ઘડવામાં આવી રહ્યું છે. પાલિકા આ વખતે ખરેખર વોંકળા અને વરસાદી પાણીના નિકાલ માટે ઉભા થતા અવરોધ દૂર કરી પાણી નિકાલની કામગીરી યોગ્ય રીતે કરશે કે કેમ તે આગામી સમય કહેશે.

હાથ ધરાનાર પ્રસ્તાવિત કામની યાદી 1. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીમાં રવાપર રોડ કેનાલ ચોકડીથી સાયન્ટીફીક રોડ વજેપર નાલા પાછળથી આઠ નાલા નદી સુધી. 2. શનાળા રોડ દત્રાત્રેય મંદિરથી રામચોક નાલાથી વાઘપરા નાલા થઈને કબીર ટેકરી, ભરવાડ-રબારી વાસ થઈને નાલા સુધી, 3. બિસ્મીલા હોટેલથી બુઢા વાળી શેરી ખાખરેચી દરવાજા સુધી 4. વાવડી રોડ પર આસ્વાદ પાનથી મહેન્દ્રપરા ૩ થી માધાપર નાલા અંદર ગ્રાઉન્ડ પાઈપથી તેમજ મેઈન હોલ કરી બાયપાસ સુધી 5. બુગદા સફાઈ,તેમજ લોહાણાપરાથી પોલીસ લાઈન થઈને વજેપર નાલા સુધી 6. અંબિકા રોડ સોમૈયા સોસાયટી નાલા થઇ રામપાર્ક નાલા રેલ્વે કોલોની પાછળથી નવલખી રોડ, નવલખી ફાટકથી ધુતારી નાલા સુધી, 7. સો ઓરડી ભઠ્ઠા વાળી લાઈન, આઠ ઓરડીથી સાયન્સ કોલેજ સામે, 8. પરશુરામ પોસ્ટ ઓફીસથી પોટરી રોડ રાજપૂત બોડીંગ સામે ક્રિકેટ ગ્રાઉન્ડ થઈને રેલ્વે વર્કશોપથી નદી સુધી, 9. વીસી હાઈસ્કૂલ અંદરથી રોડ ગર્લ્સ હાઈસ્કૂલ અંદર પ્રજાપત રોડથી ધોળેશ્વર નદીના ઢાળ સુધી, 10. શનાળા રોડ ધુતારી નાળું, સર્કીટ હાઉસ સામેનો વોકળો, પંચાસર રોડ ગીતા ઓઈલ સામેનો બુગદો, 11. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વોકળો, શોભેશ્વર રોડ રચના સોસાયટીનું નાળું સહિતની સફાઈ હાથ ધરવાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...