કાર ભડકે બળી:મોરબીમાં પાર્ક કરેલી આઈ ટવેન્ટી કારમાં અચાનક આગ ભભૂકી, સદનસીબે જાનહાનિ ટળી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટેલ વાળી શેરીમાં ગઈકાલે મંગળવારે રાત્રીના પાર્ક કરેલી આઈ ટવેન્ટી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે થોડીવારમાં જ કારનું બોનેટ આગમાં બળીને ખાખ થયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી.

કારનું બોનેટ આગમાં બળીને ખાખ થયું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટેલ વાળી શેરીમાં ક્રિષ્ના હોસ્પિટલ પાછળના ભાગમાં પાર્ક કરાયેલી જીજે–05 – 9979 નંબરની કારમાં અચાનક આગ ભભૂકી હતી. જે થોડીવારમાં જ વિકરાળ બની હતી. જો કે હોસ્પિટલની સામે બેઠેલા લોકોએ ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયબ્રિગેડની ટીમે તુરંત દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. પરંતુ કારને ખાસ્સું નુકશાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...