તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગ:મોરબીમાં નાની કેનાલ પાસે ઘાસમાં આગ ભભૂકી ઊઠી

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરની ટીમે ગણતરી મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો
  • ઘાસ સૂકું હોય જોતજોતામાં આગ વધુ પ્રસરી

મોરબીના પંચાસર રોડથી આગળ નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્ક સોસાયટી સામે આવેલી અવાવરું જગ્યામાં પડેલા સૂકા ઘાસ સહિતના કચરાના ઢગલામાં આજે મોડી સાંજે એકાએક ભીષણ આગ ભડકી ઉઠી હતી અને ગણતરીની મિનિટમાં સૂકા ઘાસ તેમજ કચરાનો મોટો જથ્થો આગની લપેટમાં આવી જતા આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ઘટનાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડના સ્ટાફ હિતેશભાઈ દવે, ચંદ્રેશભાઈ રાઠોડ, પ્રિતેશભાઈ નગવાડિયા, કિશનભાઈ ભટ્ટ, રવીનભાઈ ડાભી, કાર્તિકભાઈ ભટ્ટ અને દિનેશભાઇ પડાયા ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવીને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સૂકું ખડ અને કચરો હોવાથી આગે જલ્દી વેગ પકડી લીધો હતો. આગ વધુ ફેલાઈ જવાથી બે ફેરા કરીને બે કલાક સુધી જહેમત ઉઠાવતા અંતે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી હતી.જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...