દુર્ઘટના:ફેક્ટરીના જનરેટર રૂમમાં આગ ભભૂકી,જાનહાનિ નહીં

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના ઘૂંટુ રોડ પર વહેલી સવારની ઘટના

મોરબીના જૂના ઘુંટુ રોડ ઉપર આવેલી સેનેટરી વેરની એક ફેક્ટરીમાં આવેલા જનરેટર રૂમમાં શોર્ટ સર્કિટ થતા રવિવારે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી સતત જહેમત ઉઠાવતા આગ અઢી કલાકે સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી.

મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ પાસેથી આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જૂના ઘુંટુ રોડ ઉપર આવેલી આપેલ બાથવેર નામની ફેકટરીના જનરેટરમાં આજે વહેલી સવારના 4 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ લાગી હતી. આ ફેકટરીમાં આગ લાગ્યાની જાણ થતાં તુરત જ મોરબીથી ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ ઓલાવવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો, ફેક્ટરી સ્ટાફની સતર્કતા અને ફાયર બ્રિગ્રેડ વિભાગની સતત મહેનતના અંતે આ ફેકટરીમાં લાગેલી આગ અઢી કલાકની મહેનતથી કાબુમાં આવી ગઈ હતી.

સદનસીબે કોઈ જાનહાની ન થતાં સ્ટાફે પણ રાહત અનુભવી હતી. સેનેટરી વેરના જનરેટર રૂમમાં આગ લાગ્યાની જાણ કર્મચારીઓએ તાબડતોબ માલિકને કરી હતી અને આગ વહેલી સવારે લાગી હોવાથી એ સમયે કોઇ કર્મચારી ફેક્ટરીમાં હાજર ન હોવાથી કોઇ જાનહાનિ થવા પામી ન હતી. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ફાયરના જવાનોને પણ આગ પર કાબુ કરવામાં અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું તારણ છે.

અન્ય સમાચારો પણ છે...