માળીયા મિયાણા:માળિયાનાં ખાખરેચી ગામે પવન ચક્કીમાં આગ ભભૂકી

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાખરેચી ગામે પવનચક્કીમાં  મોડી સાંજે  આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને દોઢ કલાકના અંતે આગને કાબુમાં લીધી હતી. માળીયા તાલુકાના ખાખરેચી ગામે આવેલી પવનચક્કીમાં આજે મોડી સાંજે કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી.પવનચક્કીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બીગ્રેડ વિભાગના સલીમભાઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક ખાખરેચી ગામે પહોંચી ગયો હતો અને પવનચક્કીના નીચેના રૂમમાં લાગેલી આગ પર પાણીનો મારો ચાલવીને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને દોઢ કલાકની જહેમતના અંતે ફાયર બીગ્રેડ વિભાગે પવનચક્કીમાં લાગેલી આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી.જોકે સદનસીબે આ આગની ઘટનામાં જાનહાની થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...