આગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત:મોરબીના ટીંબડી નજીક ગેરેજમાં આગ ભભૂકી ઉઠી; ફાયર ટીમ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો

મોરબી20 કલાક પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક આવેલી ગેરેજમાં ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થતાં આગ ભભૂકી હતી. જે આગની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. તો ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવમાં એક વ્યક્તિને ઈજા
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક આવેલા વિકાસ વેલ્ડીંગ વર્કસ નામના ગેરેજમાં સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે આગ લાગી હતી. જેની જાણ થતા મોરબી ફાયરની એક ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ઓફિસર પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગેસ વેલ્ડીંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે એલપીજી સીલીન્ડરમાં બ્લાસ્ટ થતા ગેરેજમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયર ટીમે સમયસર સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. જે બનાવમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો છે. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસના મનીષ બારૈયા સહિતની ટીમ પણ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...