દુર્ઘટના:શોર્ટ સર્કિટ થતા કિચન સિંક બનાવતી ફેક્ટરીમાં આગ, મુદ્દામાલ બળીને ખાક

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ, મોરબીની ફાયરની ટીમે 6 થી 7 કલાક પાણીનો મારો ચલાવ્યો
  • મોરબીના​​​​​​​ જેતપર પીપળી રોડ પર આવેલી ફેક્ટરીમાં બનાવ બન્યો

મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલી કિચન સિંક બનાવતી સ્ટીલ ફેકટરીમાં રવિવારે રાત્રીના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી.જે બાદ મોટું સ્વરૂપ લઈ લેતા મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડ ટીમોએ વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવાયા બાદ તેના પર કાબુ મેળવી શકાયો હતો.આ બનાવમાં સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. જોકે આ ઘટનામાં મોટાપ્રમાણ મુદામાલ બળીને ખાખ થઈ ગયો હતો.

બનાવ અંગે મોરબી ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના પીપળી રોડ ઉપર આવેલી કિચન સિંક બનાવતી ઇટાનો સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં એકાદ વાગ્યાના અરસામાં આગ લાગતા કોલ આવતા ફાયર ફાયટર્સ સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વધુમાં આગ વિકરાળ હોય તુરત જ રાજકોટ ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવી હતી અને વહેલી સવારે છ વાગ્યા સુધી ગાડી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી શકી હતી.આગના આ બનાવમાં ફેકટરીમાં રહેલો ખુબ મોટી માત્રામાં રહેલો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો હતો. આગ મોડી રાતે લાગી હતી અને વહેલી સવારે કાબુમાં આવી જતાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...