તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બગથળામાં વાડામાં આગ, બે ગાય અને ભેંસ દાઝ્યા

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબી તાલુકાના બગથળા ગામમાં આવેલા એક પાલતુ પશુના વાડામાં રાખેલા સૂકી નિરણના જથ્થામાં શનિવારે મોડી રાત્રે અચાનક કોઈ કારણસર આગ લાગી ગઇ હતી. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ લઈ લેતા વાડામાં રહેલા ભેંસ અને ગાય જોસથી ભાંભરવા લાગતા આસપાસના લોકોને જાણ થતાં તુરંત તમામ પશુને બહાર કાઢી મોરબી ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

જે બાદ મોરબી ફાયર વિભાગની અલગ અલગ ગાડીઓમા ફાયર બ્રિગેડના દિનેશભાઈ પડાયા, કાર્તિકભાઈ ભટ્ટ, વિજયભાઈ પંડ્યા, પ્રીતેશ નગવાડિયા, ચંદુભાઈ રાઠોડ, વિપુલભાઈ સહિતના દોડી ગયા હતા. જો કે ફાયરની ટીમ પહોંચે તે પહેલા વાડામાં રહેલા બે ગાય અને બે ભેંસ દાઝી ગયા હતા. હતી.જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો