તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મોરબીના માળિયા હાઈવે પર જિનિંગ મિલમાં આગ ભભૂકી

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોરબી માળીયા હાઇવે સનોરા સિરામીકની નજીક આવેલી આશા ઇન્ડસ્ટ્રીઝ નામની જીનીંગમિલના ગ્રાઉન્ડમાં પડેલા કપાસના ઢગલામાં અને ફિડીંગ બોક્સમાં અચાનક આગ લાગતા બનાવ અંગે નિલેશ જેઠાભાઇ પનારા પટેલ (૩૫) રહે.રવાપર રોડ સરદાર પટેલ સોસાયટી મોરબીવાળાએ બી. ડીવી. પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો બનાવની તપાસ માટે ઉક્ત સ્થળે ઘસી ગયો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક મોટરમાં કોઈ કારણોસર શોર્ટસર્કિટથી આગ લાગતાં જીનિંગ મિલના મેદાનમાં પડેલા કપાસના ઢગલામાં તેમજ ફિડીંગ બોક્સમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના હેડ.કોન્સ. ફિરોઝભાઈ સુમરાએ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો