તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મા તે મા:બીમાર ત્રણ સંતાનની દેખરેખ ન રાખી શકાતા માતાનું અગ્નિસ્નાન

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોરબીના રવાપર રોડ પર બની અરેરાટીભરી ઘટના
  • સંતાનની ઉંમર વધતાં વધુ કાળજીની જરૂર પડતી, અંતે માએ દુનિયા છોડી

મોરબીના રવાપર રોડ પર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતી એક 52 વર્ષની આધેડ મહિલાએ ઘરમાં જ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના ત્રણ સંતાન હોય અને તે ત્રણેય માનસિક બીમાર હતા જેઓની યોગ્ય કાળજી ન રાખી શકતા હોવાથી લાગી આવ્યુ હતું અને આ પગલું ભર્યું હોવાનું ખુલ્યું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ પર આવેલી પાંચવટી સોસાયટીમાં રહેતા કંચનબેન હંસરાજભાઈ ભિમાણી નામના 52 વર્ષીય ગૃહિણીને ત્રણ સંતાન માનસિક બીમાર હોવાથી ત્રણેયની સારવાર કરવી પડતી હતી ત્રણેયની ઉંમર વધવાની સાથે તેમની દેખરખ વધુ મુશ્કેલ થઈ જતા બાળકોની યોગ્ય કાળજી ન લઇ શકતા ઘણા સમયથી ચિંતામાં રહેતા હતાં અને તેમના ભવિષ્યની ચિંતાને લઈ લાગી આવતા બે દિવસ પહેલા સાંજના. સમયે ઘરમાં કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું.

બનાવની જાણ થતાં પરિવારજનો તુરંત કંચનબેનને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જો કે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી સારવાર મળે તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે મૃતકના પતિ હંસરાજભાઈ ઠાકરશીભાઈ ભિમાણીના નિવેદન આધારે આપઘાત મોત અંગે નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.વી સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...