ચિત્ર સ્પર્ધાનું આયોજન:રવાપર શાળામાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજેતા પ્રથમ ત્રણ વિદ્યાર્થીની ઇનામ, પ્રમાણપત્રથી નવાજિશ

ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રવાપરના સયુંકત ઉપક્રમે મોરબીની રવાપર તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8 ના કુલ 44 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરવામાં આવેલ, ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારિરીક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી હતી, ત્યારબાદ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રવાપરના સી.એચ.ઓ પ્રજ્ઞેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો

ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સબ સેન્ટર રવાપર દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ અને અંતે શાળાના આચાર્ય હિરેનભાઈએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય શાખાના સ્ટાફ એમ.પી.એચ.એસ. દિનેશભાઈ રાંકજા અને એમ.પી. એચ. ડબલ્યુ વિજયગીરી ગોસાઈ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...