• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • A District Coordination Meeting Was Held In Morbi In The Special Presence Of The Minister in charge; Issues Including Water Were Discussed

સંકલન બેઠક યોજાઈ:મોરબીમાં પ્રભારીમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની સંકલન બેઠક યોજાઈ; પાણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઇ

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લા પ્રભારી તેમજ શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ટાઉન પ્લાનિંગ જીણવટ ભર્યું નિરીક્ષણ કરી વિકાસકામો કરવા, ડ્રેનેજ વ્યવસ્થા સુચારૂ બનાવવા, રોડ રસ્તા, છેવાડાના ગામડા સુધી પાણી પહોંચાડવું વગેરે મુદ્દાઓ પર ભાર મૂકી વિશેષ કામગીરી કરવા જણાવ્યું હતું.

વધુમાં તેમણે દરેક અધિકારીઓ અને કર્મચારીઓને ખેડૂતોના પ્રશ્નો માટે હકારાત્મક અભિગમ દાખવવા અને ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને ઓછા ધક્કા ખાવા પડે તે મુજબ માનવીય અભિગમ દાખવીને યોગ્ય કામગીરી કરી મોરબીને સુશાસનમાં નંબર વન પર લાવવા જણાવ્યું હતું. ઉપરાતં સાથે મળી સંકલનથી મોરબીને દરેક ક્ષેત્રે વિકસિત બનાવવા જણાવ્યું હતું.

જિલ્લા પ્રભારી બન્યા બાદ મંત્રી પ્રફુલ પાનશેરીયાની મોરબીની પ્રથમ મુલાકતમાં તેમણે અધિકારીઓને ઉત્તમથી સર્વોત્તમ કામગીરી માટે પ્રેરણા આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુ શિહોરા તથા સર્વે ધારાસભ્યઓએ મહેસૂલ, પાણી-પુરવઠા, રોડ-રસ્તા, સિંચાઈ અને કેનાલ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, શિક્ષણ તેમજ આરોગ્ય વગેરે જેવા જન હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિ અમૃતિયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુ સોમાણી, ધ્રાંગધ્રા-હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને કાલાવડ ધારાસભ્ય મેઘજી ચાવડા, જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હંસા પારધી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શેરશિયા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી, કચેરીઓના વડા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...