અકસ્માત:મોરબીમાં કપાસ ભરેલું આઇસર અને ટ્રેક્ટર અથડાયું, એકનું મોત, 10ને ઇજા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવલખી હાઇવે પર રોકડિયા હનુમાનજી મંદિર નજીક બનાવ બન્યો
  • ઘટનાની ગંભીરતા પારખી 108ની અલગ અલગ 3 એમ્બ્યુલન્સ દોડી ગઇ

મોરબી નવલખી હાઇવે પર આવેલા રોકડીયા હનુમાન નજીક એક કપાસ ભરેલા આઇસર અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત બન્યો હતો. આ બનાવમાં ટ્રેકટરમાં તેમજ આઇસરમાં સવાર 10 થી 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને 108ની ત્રણ ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા આ બનાવમાં 17 વર્ષના એક સગીરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસે આ ઘટનાની આગળની તપાસ આરંભી છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ પર આવેલા રોકડિયા હનુમાન પાસે સાંજના સમયે કપાસ ભરીને આવતી એક આઇસર વાહન તેમજ ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં વિજય મનસુખભાઇ કંઝારીયા નામના 17 વર્ષના સગીરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે મહિલાઓ મળી કુલ 10થી 12 લોકોને સામાન્યથી ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ થતાં મોરબીના લાલબાગ,મહેન્દ્રનગર તેમજ મકનસર એમ ત્રણ સ્થળથી 108ની ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવ અંગેની જાણ થતાં મોરબી પોલીસની ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત વિસ્તારને કોર્ડન કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...