તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોરબી પાસે ફેક્ટરીમાં કોન્ટ્રાક્ટરે મૂકબધિર યુવતી પર દુષ્કર્મ આચર્યું

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાળકીનો જન્મ થતાં ઘટનાના 10 માસ બાદ પિતાએ પોલીસમાં ફરિયાદ કરી

ભરત નગર ગામ નજીક આવેલી એલીસા નામની એક ફેકટરીમાં એક કોન્ટ્રાકટરે આ જ ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતિય પરીવારની મૂક બધિર યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાંનાં 10 મહિના બાદ ભોગ બનનાર યુવતીએ એક બાળકીને જન્મ આપતા યુવતીનાં પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મોરબીના ભરતનગર ગામ નજીક આવેલી એલીસા નામની એક ફેકટરીમાં મૂળ છોટા ઉદેપુર જિલ્લાનો એક પરિવાર મજૂરી માટે આવ્યો હતો. દસ મહિના પહેલા આ ફેકટરીમાં એક ઓદીભાઈ નામના કૉન્ટ્રકટરે આ શ્રમિક પરીવારની મુક બધીર છોકરી જે કોઈ પણ સાંભળી બોલી શક્તિ ન હોવાથી જેની આ લાચારીનો આ શખ્સે ફાયદો ઉઠાવી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. ઘટનાથી અજાણ પરીવાર તેના વતન જતો રહ્યો હતો. વતનમાં આ મુકબધીર યુવતીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. ઘટનાને પગલે પરીવાર પર આભ ફાટી પડ્યું હતું. યુવતી જે પોતાનું પણ ધ્યાન નથી રાખી શકતી તેનો આ નરાધમે ફાયદો ઉઠાવ્યો હતો. બનાવ અંગે ભોગ બનેલી યુવતીનાં પિતાએ છોટા ઉદેપુર મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...