નજીવી બાબતે માથાકૂટ:મોરબીના રવાપર રોડ પર રેતી-કપચી નાખવા મામલે બે જૂથ વચ્ચે બબાલ, સામસામે ફરિયાદ નોંધાઈ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીના રવાપર ઘુનડા રોડ પર ખુલ્લા પ્લોટમાં રેતી કપચી નાખવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં સામસામે મારામારી થયા બાદ બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી ધમકી આપી
મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં ચીચાકંદોઈ શેરીમાં રહેતા વિશાલભાઈ પ્રદીપભાઈ સેજપાલે આરોપીઓ દિનેશ લક્ષ્મણભાઈ કાલરીયા, વિજય દામજીભાઈ કાસુન્દ્રા, દિનેશ નરશીભાઈ કાસુન્દ્રા, વિનોદ અંબારામભાઈ કાસુન્દ્રા અને ગોપાલ વસ્તાભાઈ કાસુન્દ્રા રહે બધા રવાપર તા. મોરબી વાળા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું હતું કે રવાપર ઘુનડા રોડ પર આવેલા ફરિયાદીના ખુલ્લા પ્લોટમાં આરોપીઓએ રેતી-કપચી નાખી હતી. જેથી વિશાલભાઈ સેજપાલે ફોન કરી બનાવ સ્થળે બોલાવી રેતી કપચી નહિ નાખવા જણાવતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ ચલાવી
​​​​​​​જ્યારે સામાપક્ષે કન્યા છાત્રાલય રોડ પર રહેતા દિનેશભાઈ લક્ષ્મણભાઈ કાલરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રવાપર ઘુનડા રોડ પર ફરિયાદી દિનેશભાઈ કાલરીયાનું બાંધકામ ચાલુ છે. જેની બાજુમાં આરોપી વિશાલ પ્રદીપ સેજપાલનો ખુલ્લો પ્લોટ આવેલો છે. જેમાં રેતી કપચી નાખેલી હતી. જેથી આરોપીએ રેતી કપચી ઉપાડી લેવા કહેતાં તે ઉપાડી લેશું કહેવા છતાં વિશાલ સેજપાલે ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જેના પગલે મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...