તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મોરબીના રફાળેશ્વર નજીક બે ટ્રક વચ્ચે ટક્કર, એકનું મોત

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ હાઇ-વે પર મંગળવારે મોડી રાત્રીનો બનાવ

મોરબી નજીક પસાર થતા નેશનલ હાઇવે પર ભારે વાહનોની મોટા પાયે અવર જવર થતી હોવાને કારણે અવાર નવાર વાહન અકસ્માતના બનાવ બનતા હોય છે. જેમાં વાહન ચાલકો કે ચાલીને જતા લોકો જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના રફળેશ્વર પાસે બની હતી.

મોરબીના રફળેશ્વર નજીક મંગળવારે રાત્રે ટ્રક વાંકાનેર તરફ માટી ભરીને જતું હતું તે દરમિયાન રોડની વચ્ચે કોઈ પણ પ્રકારની સિગ્નલ મુક્યા વિના જીજે36 ટી 3797 નંબરનો ટ્રક ઉભો હતો રાત્રીનો સમય હોય અને હાઇવે વચ્ચે ટ્રક ઉભો છે કે ચાલુ તે અંગે ટ્રક ચાલકને ધ્યાન ન જતા આ બંધ ટ્રક પાછળ ધડાકાભેર અથડાયો હતો. આ બનાવમાં ટ્રક ચાલક બાબુભાઇ ગરવાને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

ગોંડલ હાઈવે પર ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં એકનું મોત
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર શિવ શક્તિ હોટલ પાસે બંધ ટ્રકના ટાયરમાં બાઈક ઘુસી જતાં પોરબંદરના બાવળાવદરના આધેડનું મોત નિપજ્યું હતું.પોરબંદરના બાવડાવદર ગામે રહેતા જગદીશભાઈ દયાળજીભાઈ પેસાવરીયા પોતાના બાઇક GJ10AE 3762 પર જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે શિવ શક્તિ હોટલની સામે બંધ હાલતમાં ઉભેલા ટ્રક GJ11X9152 પાછળ બાઈક ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નિપજયું હતું અને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ઘટનાની તપાસ સીટી પોલીસના જમાદાર આર ડી ઝાલા તે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...