• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • A College Will Be Built On 75 Bigha Land In Morbi At A Cost Of 500 Crores; New Building To Be Inaugurated Soon: Brijesh Merja

અદ્યતન મેડિકલ કોલેજ:મોરબીમાં 500 કરોડના ખર્ચે 75 વીઘા જમીનમાં કોલેજ બનશે; ટૂંક સમયમાં નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાશે: બ્રિજેશ મેરજા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા સહિત સ્થાનિક અગ્રણીઓના સતત પ્રયત્નો તથા મોરબી વહિવટી તંત્રની કાર્યશીલતાને સફળતા મળી અને મોરબીને મેડિકલ કોલેજનું નવું નજરાણું મળ્યું .ચાલુ વર્ષે જ નવું સત્ર શરૂ કરી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં ગિબ્સન સ્કૂલ ખાતે કામચલાઉ ધોરણે મેડિકલ કોલેજ ધમધમતી થશે.

મંત્રી બ્રિજેશ મેરજાના જણાવ્યા અનુસાર મોરબી મેડિકલ કોલેજના નવા બિલ્ડિંગ​​​​​​​નું પણ સંભવિત ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરાશે અને 500 કરોડના ખર્ચે નિર્માણ પામશે મેડિકલ કોલેજનું અદ્યતન ભવન નિર્માણ પામશે. મોરબી મેડિકલ કોલેજ માટે શરૂઆતમાં 50 વીઘા જમીન ફાળવવામાં આવી હતી પરંતુ મંત્રી સહિત સ્થાનિક અગ્રણીઓની સતત રજૂઆતોના પગલે વધારે 25 વીઘા જમીન ફાળવવામાં આવી છે. જેથી 75 વીઘા જમીન મળવાથી મેડિકલ કોલેજના ભવન માટે વધારે અવકાશ મળી શકશે.

આવનાર સમયમાં મેડિકલ કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત થનાર છે. મોરબી ખાતે નવીન ટેકનોલોજી તથા અદ્યતન સુવિધાઓ સાથેની મેડિકલ કોલેજનો ભવન આકાર પામશે. જેથી મોરબી જિલ્લાની સુખાકારીમાં પણ વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...