મોરબીમાં એક માસ પૂર્વે પરિવારથી વિખુટા પડેલા બાળકને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી. જે બાળકની માતાનો પત્તો મેળવીને બાળકનું માતા સાથે સુખદ મિલન કરાવ્યું હતુ.
બાળકનું માતા સાથે સુખદ મિલન
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ એક માસ પૂર્વે રાજનંદા નામનું બાળક મળી આવ્યું હતુ. જેને ચાઈલ્ડ લાઈન મારફત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિધાલયમાં મુકવામાં આવ્યું હતુ અને બાળકના વાલીવારસને શોધવા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોરબી અને જીલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીના સંકલનથી વાલીની શોધખોળ ચલાવી હતી. જે બાળકની માતા મળી આવી હતી. જેથી મોરબી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની હાજરીમાં બાળકનું માતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.