અકસ્માત:મોરબીમાં ફેક્ટરી પાસે રિવર્સ ટ્રક લેતા સુતેલા બાળક પર ટાયર ફરી વળ્યુ, મોત

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખધીરપુર રોડ પર ટ્રકચાલકની બેદરકારીથી સર્જાઈ દુર્ઘટના

મોરબીના લખધીર પુર રોડ ઉપર સિરામિક ફેકટરીની ઓરડી બહાર સુતેલા પરપ્રાંતિય બાળક ઉપર લોડર ટ્રક ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.ટ્રક ચાલકની બેદરકારીથી તેનું મોત થયું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સિરામીક ફેકટરીમાં કામ કરતા રાજુભાઇ ભુરિયા નામના એક પરપ્રાંતીય પરિવારનો દસ વર્ષનો પુત્ર ગોપાલ ગત રાત્રે પોતાની સિરામીક ઓરડીની બહાર સૂતો હતો.

તે સમયે એક કાળમુખો ટ્રક ફેકટરીમાં આવ્યો હતો અને રિવર્સમાં આવતા તેના નીચે કચડાઈ જતા આ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ હતભાગી બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કાળમુખા ટ્રકના ચાલકે પરપ્રાંતિય શ્રમિક પરિવારના વ્હાલસોયાનો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...