બેદરકાર તંત્ર:પાલિકા કચેરી સામે બ્લોક પાથર્યા બાકીના રોડ અન્ય શહેરમાં છે?!

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાક બચાવવાની કસરતમાં સમૂળગું વાઢી નાખ્યું

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને સમૃધ્ધ એવી મોરબી નગર પાલિકાની હાલત ચોમાસા દરમિયાન દર વર્ષે જેવી થાય છે તેવી જ આ વર્ષે પણ થઈ છે. પાલિકા પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે હાથ ધરે છે અને લાખોના બીલ પાસ કરી દે છે, ખરેખર કામ કેવું થાય છે તે ચોમાસા દરમિયાન જ છાપરે ચડીને પોકારે જ છે. શહેરના મુખ્ય તમામ રસ્તા પર કમરતોડ ખાડા પડી ગયા છે.

તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં પાલિકાએ પેચવર્ક કર્યું હતું તે પણ ફરી ધોવાઈ ગયું છે જેના કારણે શહેરના વિવિધ રસ્તા ટુવ્હીલના જમ્પર અને શહેરી જનોની કમર ભાંગી નાખે તેવા થઈ ગયા છે જે પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓને દેખાતા નથી. એ લોકોને અહીંથી પસાર નહીં થવું પડતું હોય એવો સવાલ સહેજે થાય. તાજેતરના વરસાદ બાદ પાલિકા કચેરી સામે મસમોટા ખાડા હોવાથી મીડિયામાં આવેલા અહેવાલ બાદ પાલિકાએ રાતોરાત ત્યાં પેવર બ્લોક પાથરી નાક બચાવવા પ્રયાસ કર્યો પણ બીજા વિસ્તારમાં સ્થિતિ કપરી જોવા મળી રહી છે. મતલબ નાક બચાવવા જતાં નાક સમૂળગું વાઢી નાખ્યા જેવો ઘાટ ઘડાયો છે.

અન્ય સમાચારો પણ છે...