લોક જાગૃતિ માટે નગારે ઘા!:મોરબીમાં ભાજપના કાઉન્સલરે ઢોલ વગાડીને આજથી દારૂ બંધ કરવામાં આવે તેવું એલાન કર્યું

મોરબી13 દિવસ પહેલા

બોટાદમાં તાજેતરમાં લઠ્ઠાકાંડ બાદ હવે લોકો દારૂબંધી માટે આગળ આવ્યા છે. જેમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં ભાજપના કાઉન્સલરે જાહેરમાં નગારે ઘા કરી વિશિપરામાં દારૂ વેચવાનું બંધ કરવાનું ઢોલ વગાડીને એલાન કર્યું હતું. અને તેમનો વિડીયો સોસીયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. તો સાથે સાથે બી ડીવીઝન વિસ્તારના પી.આઈ.,પી.એ.દેક્વાડીયાએ કહ્યું હતું કે આ વિસ્તારમાં પોલીસ સતત પેટ્રોલીગ કરી રહ્યું છે. આ વિસ્તારના જ્યાં પણ દારૂ કે બીજી કોઈ અનૈતિક પ્રવુતિ થશે ત્યાં કડક પગલા ભરશે.

વીસીપરામાં દારૂ બંધ કરવા એલાન
મળતી વિગત મુજબ મોરબીના વીસીપરા વિસ્તારના ભાજપના કાઉન્સલર જયંતિભાઈ ઘાટલિયા બોટડામાંમાં કેમિકલ કાંડને લઈને વિસ્તારમાં દારૂ બંધ કરાવવા મેદાને આવ્યા હતા. તેઓએ વિશિપરાના આખા વિસ્તારમાં ફરી ઢોલ વગાડીને આજથી વીસીપરામાં દારૂ બંધ કરવામાં આવે તેવું એલાન કર્યું હતું. ગુજરાત લઠ્ઠાકાંડથી કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા હોય વીસીપરા વિસ્તારમાં આવી ઘટના ન બને તે માટે દારૂ બંધ કરવાનું કહી લોકોને જાગૃત કર્યા હતા. તેમજ આ વિસ્તારમાં કોઈ દારૂ વેંચતા હોય તો ફરિયાદ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...