તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:માળિયાના અંજિયાસર નજીક પશુઓથી ઠાંસોઠાંસ ભરેલી બોલરોજીપ પકડાઈ

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

માળિયાની ભીમસર ચોકડીથી અંજીયાસર જવાના રસ્તા પાસેથી ગૌરક્ષકોની ટીમે ખીચોખીચ બોલેરો ગાડીમાં પશુ ભરીને લઇ જવાતા હોય જે ગાડી ઝડપી લઈને મુદામાલ પોલીસને સોંપવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરથી બોલેરો પીકઅપમાં ગૌવંશ ભરીને માળિયાના અંજીયાસર તરફ જવાના હોવાની બાતમીને આધારે મોરબી ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી, અને બોલેરો કાર જીજે ૧૨ એવાય ૩૧૩૬ પસાર થતા બોલેરો ગાડી ઉભી રખાવવા જતા કાર ભગાડી નાસી ગયા હતા, જો કે બાદમાં ગૌ રક્ષકોની ટીમે પીછો કર્યો હોય જેથી બોલેરો અંજીયાસર ગામ જવાના રસ્તે મૂકીને આરોપી નાસી ગયો હતો, જે બોલેરોમાં ચેક કરતા ખીચોખીચ ગૌવંશ ભરેલા હોય જેને ઘાસચારા કે પાણીની વ્યવસ્થા નહિ કરીને પશુ ક્રુરતા આચરવામાં આવી હોય જેથી ગાડી અને ગૌવંશ સહિતનો મુદામાલ માળિયા પોલીસને સોંપ્યો હતો અને મોરબી વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખે ફરિયાદ નોંધાવતા પોલીસે બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકીપણા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જે કામગીરીમાં વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કે. બી. બોરીચા, ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, ગૌરક્ષક દીપકભાઈ, રઘુભાઈ ભરવાડ, ચેતન ભાઈ પાટડીયા,વિજયભાઈ કુંભારીયા, ઈશ્વર ભાઈ કણજારીયા, પાર્થભાઈ નડીયા, વૈભવભાઈ પટેલ , સિધ્ધરાજસિંહ પરમાર, મનીષભાઈ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...