ભૂજ ભાવનગર બસમાં બેસીને મુસાફરી કરી રહેલા આંગડિયા કર્મીઓને રસ્તામાં ગઠીયાનો ભેટો થયો હતો અને તેમની પાસે રહેલા ત્રણ થેલા પૈકીનો એક થેલો રસ્તામાં કોઇ ઉઠાવી ગયું હતું અને તેમને જાણ થઇ ન હતી, મોરબી નજીક પહોંચ્યા ત્યારે થેલો ન હોવાનું માલૂમ પડ્યું અને પોલીસનું શરણું લીધું હોવાની કેફિયત કર્મીઓએ આપી હતી. જિલ્લામાં અને અનેક સ્થળે આંગડિયા લૂંટ કે માલ મત્તાની ચોરીના બનાવો બનતાં હોય છે અને મોટાભાગના કિસ્સામાં આંગડિયા કર્મીઓનું જ પૂર્વયોજિત કાવતરું હોવાનું પણ અનેક કિસ્સામાં સામે આવ્યું છે ત્યારે આ બનાવમાં ખુદ ફરિયાદ કરનાર શંકાના પરિઘથી દૂર નથી.
કેમકે પોલીસ સમક્ષ સતત અલગ અલગ કેફિયત આપી રહ્યો હોઇ, પોલીસ માટે પણ હકિકત ઓકાવવી અઘરી થઇ પડી છે. જમોરબીના જૂના બસ સ્ટેશન નજીક ધરતી ટાવરમાં ચાલતી મહેન્દ્ર પ્રવીણ નામની આંગડીયા પેઢીની ભુજ ખાતેની ઓફિસેથી બે કર્મચારી ત્રણ થેલા ભરીને રોકડ તેમજ સોના ચાંદીના દાગીનાના પાર્સલ ભરી ભુજ ભાવનગર રૂટની બસમાં વહેલી સવારે બેસીને મોરબી આવી રહ્યા હતા તે દરમિયાન એક થેલો કોઈ અજાણ્યા ઇસમે એક થેલો રસ્તામાં સેરવી લીધો હતો અને ભૂજથી બેઠા પછી રસ્તામાં આટલી મોટી રકમનો થેલો અચાનક ગાયબ થઈ જતા કર્મચારીઓ બન્ને હાફળાં ફાફળાં થઈ ગયા હતા અને નજીકનું જ બસસ્ટેશન મોરબીનું હોઇ, શહેરના જૂના બસ સ્ટેશનથી પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસના પીઆઇ મયંક પંડ્યા અને તેમની ટીમ જૂના બસ સ્ટેશન ખાતે પહોંચી હતી
તેમજ અલગ અલગ વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ આંગડિયા પેઢીના કર્મચારીની પણ પૂછપરછ કરી હતી જેમાં તે પણ ગોળ ગોળ વાતો કરતો હોય અને તેમનો થેલો કયા ખોવાયો તેજ ખબર ન હોવાનું જણાવતો હોવાથી થેલો ક્યાં અને કેવી રીતે ચોરી થયો તેની તપાસ કરવા ગોથે ચઢતા ખરેખર થેલાની ચોરી થઈ છે કે કેમ કે ખુદ ફરિયાદી પોલીસને ગુમરાહ કરી રહી છે તે અંગે શંકા પ્રવતી હોવાથી આ ઘટના અંગે મોડે સુધી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.