પોલીસે પ્રમાણિકતા દર્શાવી:મોરબીમાં રોકડ રકમ અને કિમતી ચીજવસ્તુઓ ભરેલી બેગ મળી; મૂળ માલિકને બોલાવી પરત કરાઈ

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા ચુંટણીને પગલે પોલીસ ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે, બી-ડીવીઝન પોલીસના જવાનોને રોકડ રકમ અને પેન ડ્રાઈવ સહિતની ચીજવસ્તુઓ ભરેલ થેલો મળી આવ્યો હતો. આ થેલો મૂળ માલિકને પરત કરીને પોલીસે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

​​​​​​​
રોડ પર લેધર બેગ મળી આવી
જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની પોલીસ ટીમો વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને ગુનાખોરી ડામવા સતત પેટ્રોલિંગ કરતી હતી. સીટી બી-ડીવીઝન પોલીસ PI પી. એ. દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ જગદીશ ડાંગર, લાલભા ચૌહાણ અને મનોજ ગોખરૂની ટીમ સર્કીટ હાઉસથી ઉમા ટાઉનશીપ તરફ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ભારતી ગર્લ્સ હાઈસ્કૂલ પાસે રોડ પર લેધર બેગ મળી આવી હતી. જેની લાલભા ચૌહાણે તપાસ કરતાં રોકડ રકમ રૂ. 1.50 લાખ, આઈપેડ, પેન ડ્રાઈવ અને ડાયરી સહિતની ચીજવસ્તુઓ તેમાંથી મળી આવી હતી.

બેગ પરત કરવામાં આવ્યું
​​​​​​​
પોલીસે તપાસ કરતાં આ બેગ શનાળા રોડ મોરબીના રહેવાસી પાર્થ જયંતી કાલરીયા હોવાનું ખુલ્યું હતું. આ વાતની ખરાઈ કરી મૂળ માલિકને પોલીસ મથકે બોલાવી રોકડ, આઈપેડ સહિતની ચીજવસ્તુ સાથેનું બેગ પરત કરવામાં આવ્યું હતું. આમ પ્રમાણિકતાનું ઉદાહરણ મોરબી પોલીસ વિભાગે જનતા સમક્ષ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...