વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો:હળવદમાં મોટી બહેનથી રમત-રમતમાં ખાટલા પર આગ લાગતા 6 માસનું બાળક દાજી જતા મોતને ભેટ્યું

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાકસ વડે રમતી બહેનથી સળગેલી દીવાસળી ખાટલા પર પડી ગઈ

હળવદમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મોટી બહેનથી રમત રમતમાં ખાટલા પર આગ લાગતા તેના 6 મહિનાનો ભાઈ દાજી ગયો હતો. જેથી તુરંત તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નીવડે એ પૂર્વે જ તેનું મોત થયું હતું. હાલ પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે. આ મુદ્દે હળવદ પોલીસે ધોરણસરની કાયર્વાહી હાથ ધરી છે.

બહેનથી સળગેલી દીવાસળી ખાટલા પર પડી ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર ઘનશ્યામપુર ગામની સીમમા મેરામણભાઇ સામતભાઇ સગરની વાડીએ મુકેશભાઇ રમણલાલ ચૌહાણનો 6 મહિનાનો દીકરો રાજેશ ખાટલા પર ચાદર ઓઢાડેલ હાલતમાં સુતો હતો. તેઓની બહેન અનીસા (ઉં.વ.3) ખાટલા પાસે બાકસ વડે રમતી હતી. એ દરમિયાન રમતા રમતા અકસ્માતે ભુલથી અનીસાથી બાકસની દીવાસળી સળગી જતા સળગેલ દીવાસળી ખાટલા પર પડી જતા આગ લાગી હતી. જેથી રાજેશ દાજી ગયો હતો. પરિવારજનોને જાણ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ હળવદ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને સી.આર.પી.સી કલમ-174 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...