સગીરા પર દુષ્કર્મ:માળિયામાં 49 વર્ષના ઢગાનું 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોપી ઢગાની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાવ્યું
  • ​​​​​​​વધુ મજૂરી આપવાની લાલચે અપહરણ કરી અવાવરુ સ્થળે લઇ ગયો

માળિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી વાડીમાં મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાનના એક પરિવારની 14 વર્ષની સગીર વયની પુત્રી મજૂરી કામ માટે ગઈ હતી, સાંજના સમયે કામ પૂર્ણ કરી જયારે સગીરા પરત આવી રહી હતી ત્યારે તેણે સામેથી આરોપીને ઘરે મૂકી જવા માટે કહ્યું હતું. આ સ્થિતિનો લાભ ઉઠાવી આરોપીએ તેની મજબુરીનો લાભ ઉઠાવી તેને વધુ મજૂરી આપવાની લાલચ આપી, સગીરાનું અપહરણ કરી તેને દુર લઇ ગયો હતો અને દુષ્કર્મ કર્યું હતું. બાદમાં ધમકી આપી હતી કે જો આ અંગે કોઇને જાણ કરશે કે બોલશે તો જાનથી મારી નાખશે. આ ઘટના અને આરોપીના કહેણથી સગીરા ડરી ગઇ હતી અને જેમ તેમ હિંમત એકઠી કરી પરિવારજનોને જાણ કરી હતી. આથી તેણીના પરિવારજનોએ આરોપી સામે માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપ્યો હતો.

મૂળ બહાદુરગઢના અને હાલ મોરબીના રાજનગર નજીક શિવપૂજા એપાર્ટમેન્ટમાં રહેતા ભરત નારણ સુરાણીને ઘરે મૂકી જવા કહ્યું હતું. આ તકનો લાભ લઇ ભરતે વધુ મજૂરી આપવાની લાલચે અપહરણ કરી દુર લઇ ગયો હતો અને બાદમાં બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતુ. સગીરાએ ઘરે પહોંચી પરિજનોને વાત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ભરત નારણ સુરાણીની ધરપકડ કરી હતી. વધુ તપાસ સર્કલ પીઆઇ વસાવા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...