બેદરકારી:નીચી માંડલ પાસે સીડી પરથી પડતા 4 વર્ષના બાળકનું મોત

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેક્ટરીની સીડી પર રમતી વખતે મળ્યું મૃત્યુ
  • સુરક્ષા મુદ્દે માલિકો, તંત્ર બન્ને સરખા બેદરકાર!

મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિક પરિવારના બાળકોને ફેકટરીમાં પ્રવેશ પ્રતિબંધિત હોવા છતાં અવાર નવાર શ્રમિકનાં બાળકો ફેકટરી સુઘી પહોંચી જતા હોય છે અને અકસ્માતનો ભોગ બની મોતને ભેટતા હોય છે. શ્રમ વિભાગ અને જિલ્લા વહીવટતંત્ર અક્સ્માતની ઘટના ન ઘટે તેવા પગલા લેવા ફેકટરી ધારકોને કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવે તે જરૂરી છે તાજેતરમાં વાકાનેર તાલુકાના ઢુવા નજીક ફેકટરીમાં 7 વર્ષના બાળકનું આકસ્મિક મોત બાદ વધુ એક ઘટના બની હતી, જેમાં 4 વર્ષના બાળકનું મોત થયું હતું.

મોરબી તાલુકાના નીચી માંડલ નજીકની મોન્ટેલો સિરામિકમ રહીને કામ કરતા અનુજકુમાર યાદવનો ચાર વર્ષનો દીકરો અભી ગત તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ ફેકટરીમાં સીડી પરથી પડી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...