તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મોરબીમાં 984ના સેમ્પલ લેવાયા, 34 દર્દી પોઝિટિવ, જિલ્લાના કુલ 89 દર્દી સ્વસ્થ થતા રજા અપાઇ

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં એક સમયે 3000થી 3500 ટેસ્ટ દૈનિક થતા હતા. તે ઘટીને હવે 1000થી નીચે આવી ગયો છે.મોરબી જિલ્લામાં શુક્રવારે જાહેર થયેલા આંકડા જોઈએ તો માત્ર 984 લોકોના જ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી પોઝિટિવ દર્દીનો આંક 34 જાહેર થયો હતો. આ 34માં વાંકાનેરમાં એક પણ કેસ જાહેર થયો નથી.તો હળવદ માત્ર 3 તો માળીયામાં 4 કેસ સામે આવ્યા હોવાનો તંત્રનો દાવો છે. મોરબી શહેરમાં 11 અને ગ્રામ્યમાં 8 કેસ સામે આવ્યા છે.જિલ્લામાં ક્રોરોનાનું સંક્રમણ ઘટી ગયા બાદ તંત્રે ટેસ્ટિંગમાં ધરખમ ઘટાડો કરી દીધો છે.

અલગ અલગ પીએચસી સીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરો વચ્ચે દરરોજ 100થી પણ ઓછા ટેસ્ટ થઈ રહ્યા છે. આમ જાણે તંત્ર પોઝિટિવ દર્દીઓના આંકડા ઓછા બતાવવા ટેસ્ટ ઘટાડો કરી દીધો હોય તેવા સવાલ ઊઠ્યાં છે.મોરબીમાં શુક્રવારે 65 દર્દી ટંકારા 12,હળવદ 9,માળીયા 2 અને વાંકાનેર માં 1 દર્દી મળી કુલ 89 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જિલ્લામાં હાલ 743 એક્ટિવ કેસ છે. તો 85દર્દી મોતને ભેટયા હોવાની નોંધ થઈ છે. મોરબી જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સતાવર રીતે 2,78,386 લોકોના સેમ્પલ ટેસ્ટ થયા, જેમાંથી 6211 દર્દીઓ પોઝિટિવ આવ્યા તો 5127 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...