કોરોના બેકાબૂ:મોરબી જિલ્લામાં 918 લોકોના ટેસ્ટ કરાયા, 14 પોઝિટિવ, 12 ડિસ્ચાર્જ

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં પેટા ચૂટણી સમયમાં સિંગલ ડિજિટમાં આવી રહેલ કોરોના પોઝિટિવ કેસ ફરી વધ્યા છે. સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા 24 કલાકના આંકડા મુજબ જિલ્લામાંથી 918 શંકા સ્પદ દર્દીઓના રિપોર્ટ કરાયા હતા.જેમાંથી 14 દર્દીઓના પોઝિટિવ આવ્યા હતા.નવા પોઝિટિવ પ્રમાણે મોરબી શહેરમાંથી 7 ગ્રામ્યમાંથી 4 વાંકાનેર શહેર 1 અને ગ્રામ્યમાં 2 નવા દર્દી નોંધાયા હતા જોકે હળવદ,માળીયા અને ટંકારામાં એક પણ નવા કેસ નોંધાયા નથી.આજના નવા દર્દીઓની સંખ્યા મળી કુલ 2336 દર્દીઓ આજદીન સુધીમાં સંક્રમિત થઇ ગયા છે.2336 પૈકી સોમવારે કુલ 12 દર્દી સ્વસ્થ થઇ ગયા છે. આજના સ્વસ્થ થયેલા દર્દીઓ મળી કુલ 2064 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ચૂક્યા હતા.આ ઉપરાંત 141 દર્દીઓ જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં અથવા હોમ ક્વોરોન્ટાઈન થઈને સારવાર લઈ રહ્યા છે. જ્યારે 17 દર્દીઓના મોત નિપજ્યા છે. મોરબી જિલ્લામાં કુલ 94,180 દર્દીઓ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...