તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મોરબી જિલ્લામાં 90 કેસ પોઝિટિવ જાહેર, 1નું મોત

મોરબી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 57 ડિસ્ચાર્જ, 4238એ કોરોનાને મહાત આપી

મોરબી જિલ્લામાં શનિવારે અરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા 24 કલાકના હેલ્થ બુલેટીન મુજબ રવિવારે કુલ 1141 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 90 દર્દી કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ 90 દર્દીઓમાં મોરબી શહેરમાં 32,ગ્રામ્યમાં 29 દર્દી સામે આવ્યા હતા. અન્ય તાલુકા જોઈએ તો વાંકાનેર શહેરમાં 2,ગ્રામ્યમાં 1,હળવદ શહેરમાં 5 અને ગ્રામ્યના 3 કેસ સામે આવ્યા હતા. તો ટંકારામાં 14,અને માળિયાના 4 કેસ સામે આવ્યા હતા. બીજી તરફ મોતની સંખ્યા જોઈએ તો રવિવારે માત્ર એક દર્દીનું મોત જાહેર થયું છે. આજના મોતની સંખ્યા સાથે કુલ 79 પર મૃત્યુ આંક પહોંચી ગયો હતો. રવિવારે 57 દર્દી સાજા થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આજના કેસ મળી કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5369 દર્દી સંક્રમિત મળ્યા હતા આ પોઝિટિવમાંથી 4238 દર્દી સ્વસ્થ થઇ ચૂકયા તો એકટીવ કેસ 791 પર પહોંચી ગયો છે. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે એક તરફ આરોગ્ય તંત્ર હવે દિવસે ને દિવસે સંક્રમિતોના આંક વધુ જાહેર કરી રહ્યું છે તો સામે પક્ષે ખાનગી હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટર, સિવિલ હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધિ આંશિક સરળ બની રહી હોવાનું ચિત્ર પણ સામે આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો