ચૂંટણી ખર્ચ પર વોચ:9 ટીમનું સતત મોનિટરિંગ

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • FST, SST, VST અને VVT ટીમના કર્મચારીને સ્પે.એક્ઝિ. મેજિસ્ટ્રેટના અધિકારો

વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર ચૂંટણી ખર્ચના મોનિટરિંગ માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.), સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.), વિડીયો સર્વેલન્સ (V.S.T.) તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.)ની રચના કરવામાં આવી છે.ચૂંટણી ફરજ પર નિયુક્ત થયેલા આવા અધિકારી કર્મચારીઓને સ્પે.એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરી ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ1993 હેઠળ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે કલમ-44, 103 104, 129 અને 144 અન્વયે વિવિધ અધિકારો મોરબીએ જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટ જી.ટી.પંડ્યા દ્વારા આપવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠકો એવી ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તથા ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.)માટે પ્રત્યેક મતવિસ્તારમાં 3 એમ કુલ 9 ટીમની રચના કરવામાં આવી છે. સ્ટેટિક સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં 3 એમ કુલ 9 ટીમની રચના કરવામાં આવી છે.

ઉપરાંત વિડીયો સર્વેલન્સ (V.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં 1 એમ 3 તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં 1 એમ 3 ટીમની રચના કરવામાં આવી છે. જે ટીમો દ્વારા ચૂંટણી બાબતે ખર્ચ મોનિટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આથી જો કોઇ ઉમેદવાર નિયત મર્યાદા કરતાં જરા પણ વધુ ખર્ચ કરતો દેખાય કે માલૂમ પડશે અથવા તો તેવી ગતિવિધિ કરશે તો તે તંત્રની નજરમાંથી બાકાત નહીં રહી શકે. અને આવી શંકાસ્પદ ગતિવીધી આચરતા પહેલા દાવેદારો અને કાર્યકરો અનેકવાર વિચાર કરશે.

અન્ય સમાચારો પણ છે...