પત્તાપ્રેમીઓના રંગમાં ભંગ:જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમતા 9 ઝડપાયા; કુલ રૂ. 3.07 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદમાં જુગારીઓ બેફામ બન્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યાં તાજેતરમાં જુના દેવળીયા ગામે સરાજાહેર પત્તાં ટીચતાં 9 જુગારીની હળવદ પોલીસે ધરપકડ કરી હતી. જેમાં રૂ. 3 લાખ 7 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન પો.કોન્સ ગંભીરસિંહ ચૌહાણને ચોક્કસ બાતમી મળી હતી કે, જુના દેવળીયા ગામે અમુક ઈસમો સરાજાહેર નસીબ અજમાવી રહ્યા છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પડ્યા હતા. જ્યાં આરોપી રશ્મીનભાઈ જગજીવનભાઈ ભોરણીયા, મુનાલાલ જેઠાલાલ પુજારા, હર્ષદભાઈ બનુભાઈ પઢીયાર, સંજયભાઈ શનાભાઈ ચરમારી, કલ્પેશકુમાર જયંતીભાઈ અઘારા, કાંતીલાલ કરશનભાઈ અઘારા, અજીતસિંહ બટુકસિંહ પરમાર, રમેશભાઈ ઉર્ફે ભરતભાઈ ગાંડુભાઈ જોટાણીયા, યુવરાજસિંહ બાપુભા પરમાર ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્યા હતા.

જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-52 તથા રોકડા રૂ. 3 લાખ 7 હજારના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પો.ઇન્સ. એમ.વી.પટેલ તથા પો.હેડ.કોન્સ. કિશોરભાઇ સોલગામા તથા પો કોન્સ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ તથા પો.કોન્સ. બીપીનભાઈ પરમાર તથા પો.કોન્સ. કમલેશભાઇ પરમાર સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...