ઘરપકડ:મોરબીમાં બે સ્થળે જુગાર રમતા 9 ઝડપાયા, 1 ફરાર

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 2.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબીમાં ચાલતા જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવાનાં એસપી એસ.આર ઓડેદરાના આદેશથી મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કદિપકભાઇ સુંદરજીભાઇ પટેલ રહે ધુનડા રોડ રવાપર રેસીડન્સી બ્લોક નં-૦૩ તા.જી.મોરબી વાળો ફીયા સીરામીકમાં ભાગીદાર હોય અને સીરામીકની મજુરોની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબી દરોડો પાડી જુગાર રમતા દિપકભાઇ પેથાપરા, હાર્દિકભાઇ ધમાસણા, પ્રહલાદભાઇ કાલરીયા, નિર્મલભાઇ કાનગડ, નિલેશભાઈ ધમાસણા, દિપકભાઇ ગણાત્રાને ઝડપી લીધા હતા.

આરોપીઓ પાસેથી રૂ. 1.15 લાખતથા 6 મોબાઇલ ફોન મળી કુલ કી.રૂ 1,50,500 ના મુદામાલ સાથે છ લોકોને પકડી પાડી તેમની વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. તો અન્ય એક બનાવમાં લાલપર નજીક આવેલા રિયલ પ્લાઝા કોમ્પ્લેક્સમાંઆવેલી દુકાનમાં જુગાર રમાતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી, આશીફભાઇ મહમદહુશેન સુમરાલક્ષ્મણભાઇ ગોકળભાઇ ટોટા,યાકુબખાન અબ્દુલ ખાલીક પઠાણને ઝડપી લીધા હતા.જોકે અસલમભાઈ અબ્દુલભાઇ સુમરા ફરાર થઇ ગયો હતો. જુગાર સ્થળ પરથી 42,000 રોકડ અને 3 મોબાઈલ મળી 57,000નો મુદામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...