તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઈન અભ્યાસ શરૂ:મોરબીમાં આજથી ધો.12ના 8728 વિદ્યાર્થીનો શાળામાં અભ્યાસ શરૂ

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેરમાં ઓનલાઇન અભ્યાસ જ ચાલુ હતો

કોરોના મહામારીના કારણે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં મોટા પાયે અસર થઇ છે.કોરોનાની પ્રથમ લહેર બાદ માંડ શિક્ષણની ગાડી પાટે ચઢી હતી ત્યાં ફરી બીજી લહેર આવી અને ફરી શાળાઓ બંધ થઈ પરીક્ષા પણ રદ થતા માસ પ્રમોશન આપવું પડ્યું હતું હવે બીજી લહેર પણ સમાપ્ત થઇ જતા ફરી શાળાઓ ખુલવા જઇ રહી છે આવતીકાલથી ફરી ધોરણ 12ના છાત્રોનો શાળામાં અભ્યાસ શરુ થશે.મોરબી જિલ્લાની સામાન્ય પ્રવાહની 112 જ્યારે વિજ્ઞાન પ્રવાહની 44 શાળાઓ મળી કુલ 156 શાળા આજથી ધમધમતી થશે.

જિલ્લામાં આજથી ધોરણ 12 સામાન્ય પ્રવાહના 7102,તેમજ 1626 વિજ્ઞાન પ્રવાહ ના છાત્રો નોંધાયેલ છે આ છાત્રોમાંથી જે બાળકો ઓફલાઈન અભ્યાસ કરવાં માંગતા હોય તે વાલીઓ પાસેથી સંમતિ પત્ર લેવાનું રહેશે. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવાના રહેશે.

ગાઇડલાઈનની કડક અમલવારી જરૂરી
આવતીકાલથી શરૂ થનાર ધોરણ 12માં અભ્યાસ ક્રમ પહેલા શાળા સંચાલકોએ 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરવા પડશે આ પહેલા તમામ વર્ગો સેનીટાઇઝ કરવા પડશે તેમજ શાળામાં આવતા બાળકોનું થર્મલ ગનથી ચેકિંગ, હાથ સેનિટાઈઝ કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...