તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લામા હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હાલ ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. મોરબી જિલ્લાની 1 જિલ્લા પંચાયતની 24 બેઠક,5 તાલુકા પંચાયતની 102 બેઠક અને ત્રણ નગરપાલિકાની 104 બેઠક માટે આગામી 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવવાનું છે. ભાજપે તેની તમામ બેઠકની યાદી જાહેર કરતા ફોર્મ ભરવામાં તેજી આવી ગઈ હતી.આજે અંતિમ દિવસે તમામ ચૂંટણી અધિકારીઓની કચેરીએ રીતસર ઉમેદવાર ફોર્મ ભરવા દોટ મૂકી હોય તેમ તમામ કચેરીએ ફોર્મ ભરવા અધીરા બન્યા હતા.
મોરબી જિલ્લાની તમામ 230 બેઠક માટે અંતિમ દિન સુધીમાં કુલ 854 ફોર્મ ભરવામાં આવ્યા, જેમાં મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 64 ફોર્મ ભર્યા હતા તો મોરબી નગરપાલિકાની 52 બેઠક માટે 172 ફોર્મ ભરાયા હતા તો વાંકાનેર નગરપાલિકા 28 બેઠક માટે 82 ફોર્મ માળીયા ની 24 બેઠક માટે 55 ફોર્મ ભર્યા હતા. મોરબી જિલ્લાની તમામ બેઠક પર સવારથી ઉમેદવારથી ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા. છેલ્લી ઘડી સુધી ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી હતી. મોડે સુધી કચેરીઓમાં ફોર્મની ચકાસણી અને ઓનલાઇન અપલોડ કરવાની કાર્યવાહી ચાલતા મોડી રાત સુધી કચેરીઓ ધમધમી હતી.
ભાજપમાંથી ટિકિટ ન મળતા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટ પર અપક્ષમાંથી ફોર્મ ભરાયું
મોરબીના અશ્વિનભાઈ બોપલીયાના પત્નીને ટિકિટ આપવા માગણી કરાઈ હતી જોકે તેમના બદલે જીજ્ઞેશભાઈ કૈલાના પત્ની જાણકીબેનને ટિકિટ આપવામાં આવતા અશ્વિનભાઈએ તેમની પત્ની શારદાબેન તેમ ચુનિભાઈ બાવરવાએ તેમના પત્ની રેવિબેન, પીપળી બેઠક રમેશભાઈ વડસોલાએ તેમજ સવિતાબેન રસિકભાઈ અગેચણીયાએ ફોર્મ ભર્યું હતું તો મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીનાબા જયવંતસિંહ જાડેજાએ અપક્ષ દાવેદારી નોધાવી હતી.
કોંગ્રેસે બળવાની બીકે યાદી જાહેર ન કરી
મોરબીમાં ભાજપે યાદી જાહેર કરતાની સાથે ઉમેદવારોમા અનેક સ્થળે ભડકા થયા હતા.કોંગ્રેસમાં પણ ભડકા અને ભંગાણની બીકને કારણે મોડે સુધી યાદી જાહેર કરી ન હતી. અને બંધ બારણે ઉમેદવારોને ફોનમાં જાણ કરી ફોર્મ ભરાવી દીધા હતા જે-તે સમયે વિકાસ સમિતના પ્રમુખ બનેલા નયનાબેન રાજ્યગુરુને સાચવવા જ આ આખો ખેલ કોંગ્રેસે પાડી દીધો હોવાનું ચર્ચાઇ રહ્યું અને સાબીત પણ થઇ રહ્યું છે. કોંગ્રેસે ફરી નયનાબેનને ટીકીટ આપી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.