તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે જે વાલીઓ તેના બાળકોને શિક્ષણ નથી આપી શક્યા તેવા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા અલગ પગલાં ભરવામાં આવતા હોય છે. અને તેના જ ભાગેરૂપે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની મદદથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તેમજ અલગ અલગ બાંધકામ સાઈટ પર કામ કરતા વિસ્તાર સર્વે કર્યો હતો અને 7થી 14 વર્ષના બાળકો ગરીબીને પગલે કારણોસર શિક્ષણ ન મેળવી શક્યા હોય તો તેઓનું સર્વે કરવામાં આવ્યો હતો.
આ સર્વેમાં મોરબી જિલ્લામાં કુલ 823 બાળકો સામે આવ્યા હતા જે કોઈના કોઈ કારણસર ક્યારેય શાળાએ ગયા જ નથી અથવા પરીવારિક અને આર્થિક કારણોસર પ્રાથમિક શિક્ષણથી વંચિત રહી ગયા છે શિક્ષણ વિભાગ દ્વારા આવા બાળકોની નામ અને સરનામાં અને છેલ્લે કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે કે કેમ તેની વિગત તૈયાર કરી હતી અને આ સર્વેના આધારે સામે આવેલ બાળકોને નજીકની શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે અને તેઓને ફરીથી શિક્ષણ મેળવવા પ્રયાસ કરવામાં આવશે. જેમાં જે બાળકોને શરૂઆતથી અભ્યાસની જરૂર હશે તો તેમને તેમને શરૂઆતમાં પ્રવેશ આપી શિક્ષણ આપવામાં આવશે.આ ઉપરાંત જે બાળકોએ અધ્ધ વચ્ચેથી અભ્યાસ છોડ્યો હશે તેને તે વર્ગમાંથી અભ્યાસ કરવામા આવશે.
છોકરા કરતા છોકરીઓનું શાળાડ્રોપનું પ્રમાણ વધુ
મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે કરવામાં આવેલા શિક્ષણ વિભાગના સરવેમાં કેટલીક વિગતો બહાર આવી છે. તે મુજબ 379 છોકરા એવા છે. જેમાંથી કેટલાક છાત્રો કયારેય શાળા ગયા નથી અથવા કેટલાક વિદ્યાર્થીઓએ અભ્યાસ અધ્ધ વચ્ચે જ છોડ્યુ હતું. બીજી તરફ છોકરીની સંખ્યા 444 એવી સામે આવી હતી આમ ડ્રોપ આઉટમાં છોકરાઓના પ્રમાણમાં છોકરીનું પ્રમાણ વધુ આવ્યું છે.
શિક્ષણથી વંચિત તાલુકા મુજબ બાળકોની યાદી
તાલુકા | છોકરા | છોકરી | કુલ |
મોરબી | 43 | 73 | 116 |
માળીયા | 41 | 51 | 92 |
હળવદ | 80 | 123 | 203 |
ટંકારા | 63 | 51 | 114 |
વાંકાનેર | 152 | 146 | 298 |
કુલ | 379 | 444 | 823 |
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.