• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • 8108 Independent nota Votes Were Decisive In Morbi Maliya Seat In 2017, More Than 10 Independent Candidates Are In Fray In 2022

વિધાનસભા સંગ્રામ 2022:મોરબી-માળિયા બેઠક પર 2017માં અપક્ષ-નોટાના 8108 મત નિર્ણાયક હતા, 2022માં 10થી વધુ અપક્ષ ઉમેદવારો મેદાને છે

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017માં 3069 મત નોટામાં પડ્યા’તા!, 2020ની પેટાચૂંટણીમાં પણ 18 હજારથી વધુ મત અપક્ષ અને નોટામાં ગયા હતા
  • ખુરશીના ખેલમાં કોને થશે ‘ખલેલ’ મુખ્ય ત્રણ હરીફ પાર્ટી સામે ચૂંટણી પરિણામોમાં નોટા અને અપક્ષ કોની જીત આડે અંતરાય ઊભો કરે તે જોવું રહ્યું

વિધાનસભા હોય કે લોકસભા ચૂંટણી જ્યારથી ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન(ઇવીએમ) ઉપયોગમાં લેવાની શરૂઆત થઈ છે, ત્યારથી મતદાન પ્રક્રિયામાં મોટા પરિવર્તન આવ્યા છે. અગાઉ મતદાન પ્રક્રિયા તેમજ મત ગણતરી માટે બેલેટ પેપરનો ઉપયોગ થતો હોવાથી વધુ સમય લાગતો હતો.

તેમજ નોટાનો વિકલ્પ પણ ન હોવાથી મતદારોને એક પણ ઉમેદવાર પસંદ ન હોય તો તે મતદાન કરવા જવાનું ટાળતા હતા. પરંતુ ઇવીએમ આવ્યા બાદ ઉમેદવારના વિરોધ માટે હથિયારનું કામ નોટા બટન કરે છે. આ વિકલ્પથી ઘણે અંશે મતદાન ટકાવારી પણ વધી છે.

મોરબી-માળીયા વિધાનસભા બેઠકની સ્થિતિની ચર્ચા કરીએ તો ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે આ વખતે ત્રિપાંખીયો જંગ જમવાનો છે. ત્યારે આ જંગમાં અપક્ષ અને નોટાના મત હાર-જીત માટે બહુ મોટો ફાળો આપી રહ્યા હોવાનું પાછલી બે ચૂંટણીના પરિણામોના વિશ્લેષણ ઉપરથી સ્પષ્ટ બન્યું છે.

આ સંજોગોમાં આગામી 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ, ભાજપ અને આપ એમ મુખ્ય ત્રણ હરીફ પક્ષની સાથે 10થી વધુ અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હોય આગામી તા. 8 ના રોજ જાહેર થનારા ચૂંટણી પરિણામોમાં નોટ અને અપક્ષ ક્યાં પક્ષની જીત આડે અંતરાય ઉભો કરે છે તે જોવું રહ્યું.

પાછલી બે ચૂંટણીના પરિણામોના વિશ્લેષણ ઉપરથી નોટા-અપક્ષનું ચિત્ર સ્પષ્ટ બનતું

1. વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર 3419 મતે હાર્યા હતા, તેમજ અપક્ષ અને નોટામાં 8108 એટલે કે, 4.1 ટકા મત પડયા હતા. તો વર્ષ 2020ની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારી 4700 મતની હાર સામે 18 હજારથી વધુ મત અપક્ષ અને નોટામાં ગયા હતા. જે મત ઉમેદવારો માટે નિર્ણાયકની તરફેણમાં રહ્યા હતા. જો આ મત અપક્ષ નોટામાં ન ગયા હોત તો પરિણામો કંઈક અલગ જ જોવા મળ્યા હોત.

2. વર્ષ 2017માં પાટીદાર ફેકટરના પ્રચંડ મોજામાં ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં કોંગ્રેસના બ્રિજેશ મેરજા સામે માત્ર 3419 મતે પરાજિત થયેલા કાનાભાઇને કોંગ્રેસ કરતા અપક્ષ અને નોટા મત નડયા હતા. આંકડાકીય વિશ્લેષણ જોતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે માત્ર બે ટકા મતના ભેદ સામે અપક્ષ અને નોટામાં 8108 એટલે કે, 4.1 ટકા મત ગયા હતા, માટે આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો નિર્ણાયક સાબિત થયા હતા.

3. વર્ષ 2020માં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પક્ષ પલટો કરી ભાજપનો કેસરિયો ધારણ કરતા આવી પડેલી પેટાચૂંટણીમાં ફરી ભાજપે બ્રિજેશ મેરજાને ચૂંટણી મેદાનમાં ઉતારી જીતવા માટે કેન્દ્ર રાજ્યના નેતાઓને મેદાનમાં ઉતારવા છતાં મોરબી-માળીયા બેઠક ઉપર કોંગ્રેસના જ્યંતિભાઈ પટેલ માત્ર 4700 જેટલા મતે જ પરાજિત થયા હતા. અહીં કોંગ્રેસની હાર માટે અપક્ષમાં ઉભેલા લઘુમતી ઉમેદવારો હતા. પેટાચૂંટણીમાં અપક્ષ અને નોટાના કુલ મળી 18 હજાર મત કપાયા હતા. જો અપક્ષ ઉમેદવારો મેદાનમાં ન હોત તો ચૂંટણી પરિણામો કંઈક અલગ જ આવ્યા હોત.

અન્ય સમાચારો પણ છે...