વિધાનસભા સંગ્રામ 2022:મોરબી-માળિયા બેઠકના 299 બૂથ પર બે -બે યુનિટ મળી 796 EVM મુકાશે

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુલ દુર્ઘટનાના લીધે સંવેદનશીલ બની ગયેલી બેઠક માટે 398 કંટ્રોલ અને 433 વીવીપેટ મશીનની ફાળવણી

મોરબી વિધાનસભા બેઠક ઉપરાંત વાંકાનેર અને ટંકારા ત્રણેય બેઠકો પર ચૂંટણી તંત્ર લાંબા સમયથી વિવિધ તૈયારી કરી રહ્યું હતું અને તે પહેલા મતદાર યાદી અપડેટ કરવાથી લઈ મતદાન સમયે બેલેટ યુનિટ ,કંટ્રોલ યુનિટ તેમજ વિવીપેટ સહિતનાં ઇવીએમ તૈયાર કર્યા હતા. ભાજપના ગઢ તરીકે જાણીતી આ બેઠક ઝૂલતા દુર્ઘટના બાદ આ બેઠક નેશનલ લેવલ સુધી ધ્યાને આવી ચૂકી છે સાથે સાથે હાલ જિલ્લાની સેન્સિટિવ બેઠક બની ચૂકી છે. મોરબી માળિયા બેઠક પર 299 બૂથ તૈયાર કરાશે અને દરેક પર બે બે બેલેટ યુનિટ મૂકવામાં આવનાર છે.

બીજી તરફ તંત્ર પણ કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેની તકેદારી રાખે છે. અગાઉ આ બેઠકમાં સામાન્ય સ્થિતિને ધ્યાને લઈ અગાઉ આ બેઠકમાં 299 બુથ અને તેમાં રિઝર્વ મળી કુલ 374નો અંદાજ લગાવાયો હતો તો સીયુ 359 જ્યારે વિવિપેટ 404 નો અંદાજ હતો. જો કે આ બેઠકમાં ભાજપ કોંગ્રેસ આપ તેમજ બસપા ઉપરાંત ચૂંટણી જંગમાં 13 અપક્ષ મળી કુલ 17 ઉમેદવાર મેદાને પડ્યા છે. જેથી ઈવીએમમાંવધારા કરવાની જરૂર પડી છે. મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં કુલ 299 બુથ છે.જેના પર અગાઉ તંત્રએ બુથ અગાઉ 134 ટકાના વધારાના મળી 374 ઈવીએમનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. ઉમેદવારની સંખ્યા 13 અને નોટા એમ કુલ 14 કોલમની જરૂર પડતાં તંત્ર દ્વારા એક બુથ પર 2 બેલેટ યુનિટ મુકવામાં આવશે. એટલે કે 299 બુથ તેમજ 133 ટકાની ગણતરીએ 796 બેલેટ યુનિટ મુકવામાં આવશે આ ઉપરાંત 398 કંટ્રોલ યુનિટના તેમજ 433 વિવિપેટ ફાળવવામાં આવશે.

અન્ય બેઠકની વાત કરીએ તો ટંકારા વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ મળી કુલ 5 ઉમેદવાર મેદાનમાં છે. જેથી ચૂંટણી તંત્રએ અહીં ના 300 બુથ પર 300 બેલેટ ઉપરાંત 25 ટકા રિઝર્વ મળી 375 કંટ્રોલ યુનિટના 120 ટકા ગણી કુલ 360 તેમજ 135 ટકા લેખે 405 ઈવીએમ રાખવામાં આવશે. વાંકાનેર વિધાનસભા બેઠક પર અપક્ષ 8 મળીને કુલ 13 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

ઉમેદવારોની હાજરીમાં રેન્ડમાઈઝેશન પ્રક્રિયા
મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં જરૂરીયાત મુજબના બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ તેમજ વિવિપેટ મોરબી ચૂંટણી વિભાગને સોંપવામાં આવ્યા હતા તેમનું ચેકિંગ તેમજ રેન્ડમાઈઝેશન પ્રક્રિયા પણ યોજાઈ હતી અને તેના માટે બેઠકના ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. અને આગળની કાર્યવાહી માટે સોપાઇ છે તેમ મોરબી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એસ એમ કાથડે જણાવ્યું હતું.

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં ફાળવેલા ઈવીએમ

બેઠકબુથબેલેટયુનિટકંટ્રોલ યુનિટ
મોરબી299796398433
વાંકાનેર306383367413
ટંકારા300375360405
કુલ905155411251251
અન્ય સમાચારો પણ છે...