તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મોરબી જિલ્લામાં 792 દર્દીના સેમ્પલ લેવાયા, 11 પોઝિટિવ

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 8 દર્દી સ્વસ્થ થયા, કુલ 2809 ડિસ્ચાર્જ

મોરબી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત ઘટી રહી હતી અને મંગળવારે 3 કેસ નોંધાતાં આરોગ્ય તંત્રને રાહત મળી હતી. અને બુધવારે કરવામાં આવેલા કુલ ટેસ્ટ પૈકી 11 કેસ પોઝિટિવ આવતાં ફરી તંત્રની ચિંતા વધી છે. મોરબી જિલ્લામાં કોરોનાના 3 કેસ આવ્યા બાદ બુધવારે એક સાથે 11 કેસ નોંધાયા હતા.

બુધવારે જાહેર થયેલા વિગત મુજબ 792 દર્દીના સેમ્પલ લેવાયા હતા જેમાથી 11 કોરોના પોઝીટીવ આવ્યા હતા. મોરબી શહેરમાં 3 અને ગ્રામ્યમા 6 કેસ નોંધાયા હતા.તો હળવદ અને માળિયામાં 1-1 કેસ સામે આવ્યા છે. તો 8 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કર્યા છે. મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતી જોઈએ તો એક દિવસમાં 1,40, 459 લોકોના સેમ્પલ લેવાયા હતા જે પૈકી કુલ 3110 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જેમાથી 2809 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે 92 કેસ એકટીવ છે, જેમની સારવાર ચાલી રહી છે તો 18 દર્દીના મોત સરકારી ચોપડે નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો