તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મોરબી જિલ્લામાં રોડ, નાળા, વીજળી સહિત રૂ.7.67 કરોડના કામને મંજૂરી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેઠકમાં વિકાસ કામના નિર્ણય લેવાયા - Divya Bhaskar
બેઠકમાં વિકાસ કામના નિર્ણય લેવાયા
  • પ્રભારી મંત્રીની અધ્યક્ષ સ્થાને આયોજન સમિતિની બેઠકમાં લેવાયા નિર્ણય

મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી અને ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માટે રજૂ કરેલા 767.30 લાખના 350 વિકાસના કામના આયોજનને મંજૂર કર્યા હતા. આ બેઠકમાં જીસ્વાન મારફત ગાંધીનગરથી વીડિયો કોન્ફરસીંગના માધ્યમથી જોડાયેલા અધ્યક્ષ સૌરભભાઇ પટેલે મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પીવાના પાણી, ભૂર્ગભગટર, વિજળી, નાલાના કામોને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતુ. તેમજ વર્ષ 2019-20ના કામો જલદી પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી.

બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી જીગ્નેશભાઇ બગીયાએ 2021-22ના વર્ષની વિવિધ જોગવાઇઓનું આયોજન રજૂ કર્યુ હતું. બેઠકમાં પ્રભારીમંત્રી સૌરભભાઇ પટેલની સાથે ગાંધીનગરથી મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, કલેકટર જે.બી.પટેલ, મોરબી કલેકટર કચેરી ખાતે ટંકારા-પડધરી ધારાસભ્ય લલીતભાઇ કગથરા, વાંકાનેર ધારાસભ્ય મહમદ જાવિદ પીરઝાદા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ આર.કે. ચાવડા, મોરબી નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારધી, નિવાસી અધિક કલેકટર કેતન જોષી તેમજ મોરબીના તાલુકા મથકેથી તાલુકા અમલીકરણ અધિકારીઓ વીડિયો કોન્ફરસિંગના માધ્યમથી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...